નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી જંગી જીત તરફ આગળ વધતી જોવા મળી રહી છે. તમામ દાવાઓ છતાં ભાજપ સતત પછડાઈ રહ્યો છે. આ જ કારણે જ્યાં એક બાજુ આમ આદમી પાર્ટીની ઓફિસમાં અરવિંદ  કેજરીવાલ તેમના પૂરા પરિવાર અને સમર્થકો સાથે હાજર છે ત્યાં ભાજપની ઓફિસમાં એક પોસ્ટરે બધાનું ધ્યાન ખેંચ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Delhi Election Results: ચૂંટણીના પરિણામો વચ્ચે BJPની ઓફિસ બહાર લાગેલા પોસ્ટરથી ખળભળાટ


ભાજપની ઓફિસમાં લાગેલા આ પોસ્ટરથી એવી અટકળો લાગી રહી છે કે શું ભાજપને પહેલેથી અંદાજો હતો કે તે મતગણતરીમાં પાછળ રહી જશે. ભાજપની ઓફિસમાં લાગેલા પોસ્ટરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ફોટો છે અને તેના પર લખેલુ છે કે વિજયથી અમે અહંકારી થતા નથી અને પરાજયથી અમે નિરાશ થતા નથી. આ પોસ્ટરને ભાજપની દિલ્હી શાખાએ લગાવ્યું છે. જો કે મતગણતરી પહેલા ભાજપના નેતાઓએ જીતનો દાવો કર્યો હતો. આ બાજુ દિલ્હી ભાજપના નેતા મનોજ યાદવ કહે છે કે આ પોસ્ટર જુનુ છે અને તેને પાર્ટીના પ્રદર્શન સાથે જોડીને જોવું જોઈએ નહીં. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...